Suvichar Gujarati Collection | Best 245+ ગુજરાતી સુવિચાર

Show Some Love

Suvichar Gujarati: ઝીંદગી માં સફળ થવા માટે સારા વિચારો નું હોવું ખુબજ જરૂરી છે. એટલા માટે આજે અમે અહીં તમારા માટે લઇ ને આવ્યા છીએ Suvichar Gujarati With Images.

Suvichar નો સામાન્ય અર્થ છે “સારા વિચારો”, અને કહેવામાં આવે છે કે તમે જેવું વિચારો છો એવા જ બની જાવ છો. માટે વિચારો સારા હોવા એ દરેક માટે ખુબ જ અગત્યનું છે.

હવે પ્રશ્ન એ બને છે કે સારા વિચારો માટે શું કરવું જોઈએ? તો મિત્રો અમે આપણે જણાવી દઈએ કે સારા વિચારો માટે આપણે નિરંતર પ્રયાસ કરતાં રહેવું પડશે. આ કોઈ એક દિવસ ની વાત નથી.

આના માટે તમે અમારા Suvichar Gujarati ની સાથે સારે સારા પુસ્તકો, સારા વીડિઓ તેમજ સારા મિત્રોના સંપર્ક માં રહીને તમારા વિચારો ને અને ખુદ ને આગળ લઇ જઈ શકો છો.

અમે સમજીએ છીએ કે દરેક જીવન માં આગળ વધવા માંગે છે, કઈક મેળવવા માંગે છે પણ ક્યાંક તો પોતાની ભૂલો, પોતાના નકારાત્મક વિચારો, કોઈ ની ખોટી ટીપ્પણી આપણ ને અંદર થી નિરાશા તરફ ધકેલી દે છે.

આ બધા થી છુટકારો મેળવવા માટે Suvichar Gujarati તરફ આગળ વધ્યા છો. જે એક આનંદ ની વાત છે. દરરોજ ફક્ત એક Suvichar Gujarati આપણી ઝીંદગી બદલવા માટે પુરતો છે.

અમને આશા છે કે આપ અમારા Suvichar Gujarati ને પોતાની ઝીંદગી માં ઉતારશો અને એ રીતે આચરણ પણ કરશો. તમારા મિત્રો અને કુટુબીજનો ને અમારા આ Suvichar Gujarati શેયર જરૂર કરજો.

તમારા કોઈ પણ અભિપ્રાય અથવા સુચન હોય તો અમને અહીં લખી મોકલી શકો છો. તમારું તથા તમારા પોતાનાઓ નું ધ્યાન રાખો. અમારી સાથે જોડવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આપનો દિવસ મંગલમય રહે. જય શ્રી રામ!

આ પણ વાંચો: Struggle Motivational Quotes In Hindi | बेस्ट 145+ स्ट्रगल मोटिवेशनल कोट्स

Suvichar Gujarati

Suvichar GujaratiDownload Image

સુખ તો સવાર જેવું હોય છે સાહેબ,
માંગવાથી નહીં જાગવાથી મળે છે!


દરેક કામમાં જોખમ હોય છે,
પરંતુ કશું નહિ કરવામાં મોટું જોખમ હોય છે!

આ પણ વાંચો: Shri Ram Stuti Lyrics​ | Shree Ram Chandra Kripalu Lyrics| श्री राम स्तुति

Suvichar Gujarati_New_1Download Image

પોતાની જાત પર વિશ્વાસ રાખો સાહેબ,
એક દિવસ એવો પણ આવશે,
જયારે ઘડિયાળ બીજાની હશે અને સમય આપણો હશે!


સારૂ ૫રિણામ મેળવવા માટે વાતોથી નહીં,
પણ રાતોથી લડવુ ૫ડે છે!


આપણે સમયનું ધ્યાન નથી રાખતા,
તેથી સમય આપણું ધ્યાન નથી રાખતો!

આ પણ વાંચો: Bewafa Shayari In Hindi | बेस्ट 221+ बेवफा शायरी हिंदी में

Suvichar Gujarati NewDownload Image

કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહીં,
અને કદર ના હોય ત્યાં ઘસાવું નહીં!


મુસીબતો વચ્ચે પણ હસતાં રહીશું,
તો ચોક્કસ ઈશ્વરને ગમતા રહીશું!

આ પણ વાંચો: Om Jai Jagdish Hare Lyrics | ॐ जय जगदीश हरे आरती

Suvichar Gujarati_New_2Download Image

લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે,
સફળતા શરમ થી નહીં સાહસથી જ મળશે!


ઘડિયાળના કાંટાની જેમ ભાગતું જીવન જીવશો,
તો સાચી ખુશીનો અનુભવ ક્યારેય નહીં થાય!


રૂપાળી ચામડી કરતાં,
સ્વચ્છ મન અનેકગણું તેજસ્વી છે!

આ પણ વાંચો: Good Night Shayari In Hindi | बेस्ट 256+ गुड नाईट शायरी हिंदी में

Gujarati Suvichar

Gujarati SuvicharDownload Image

જીવનમાં ભૂલ થાય એ ખોટું નથી પણ,
એ ભૂલમાંથી કઈ જ શીખાય નહીં એ ખોટું છે!


ભુલો એ જીવનનો અહમ હિસ્સો છે,
તેને સ્વિકાર કરવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે!

આ પણ વાંચો: Pal Pal Dil Ke Paas Lyrics | पल पल दिल के पास लिरिक्स हिंदी में

Gujarati Suvichar_New_1Download Image

ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠોર વચન,
આ ચાર વસ્તુ થી હમેશા દૂર રહેવું તેનું નામ જીવન!


એટલી પણ નાની સમજણ ન હતી મારા માં,
સ્વપ્ન હતા કાચના ને પથ્થર દુનિયાના હાથમા!


દુનિયામા સૌથી વધારે ગરમ વસ્તુ હોય તો તે પૈસો છે,
કારણ કે તે સારામાં સારા સંબંધોને બાળી નાખે છે!

આ પણ વાંચો: Good Morning Shayari In Hindi | बेस्ट 121+ गुड मोर्निंग शायरी हिंदी में

Gujarati Suvichar NewDownload Image

બદનામીની બીક તો એને હોય દોસ્ત,
જેનામાં નામ કમાવાની હિંમત ના હોય!


મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા,
બુદ્ધિશાળી વ્યક્તિ નો ઠપકો સાંભળવો ફાયદાકારક છે!

આ પણ વાંચો: Lag Ja Gale Lyrics In Hindi | लग जा गले लिरिक्स हिंदी में

Gujarati Suvichar_New_2Download Image

ક્ષણભરની સફળતા વર્ષોની
અસફળતાની કમીને પૂરી કરી દે છે!


મૃત્ય સમય અને મૌસમ,
આ ત્રણ કોઈના સગા નથી!


૫ક્ષીઓને ખાવા કુદરત દાણા તો જરૂર આપે છે,
૫રંતુ તેના માળામાં નહીં!

આ પણ વાંચો: True Love Love Shayari | बेस्ट 222+ सच्चे प्यार पर शायरी हिंदी में

Suvichar In Gujarati

Suvichar In GujaratiDownload Image

ક્ષમા આપવી એ ઉતમ છે,
પણ ભૂલી જવું એ એના કરતાંય વધુ ઉત્તમ!


ઉત્તમ કાર્ય, ઉત્તમ સમય તેમજ ઉત્તમ વ્યક્તિની રાહ ન જુઓ,
હમણાં જે સમય તમારા હાથમાં છે એ જ ઉત્તમ સમય છે!


આ યાદશક્તિ પણ ગજબ છે.કોઈ કહે તો યાદ ન રહે,
અને કોઈ કહી જાય તો ભુલાતુ નથી!


અનુમાન આપણા મનની કલ્પના છે,
અને અનુભવ આપણા જીવનનો પાઠ છે!


ઓળખીતા કે સગાથી જ સાચવીને રહેજો સાહેબ,
તમને તકલીફમાં મુકીને અજાણ્યાને કોઈ ફાયદો નથી!

આ પણ વાંચો: Romantic Shayari In Hindi | बेस्ट 301+ रोमेंटिक शायरी हिंदी में

Suvichar In Gujarati NewDownload Image

આપણા કર્મોની ભૂલ આપણને કયાં દેખાય છે,
એટલે જ તો જ્યોતિષ ને પૂછવું પડે છે કે શું નડે છે!


પુસ્તકો વગરનું ઘર,
બારી વગરના મકાન જેવું છે!


સમય તમને રાજામાંથી રંક,
અને રંકમાંથી રાજા બનાવી શકે છે!


જગતને જોવા માટે આંખ હોવી અનિવાર્ય છે,
પણ શું જોવા જેવું છે ને શું નથી એના માટે દ્રષ્ટિ જોઈએ!


હસતાં મન અને હસતો ચહેરો,
આ જ જીવનની અસલ સંપત્તિ છે!

આ પણ વાંચો: Breakup Shayari In Hindi | बेस्ट 151+ ब्रेकअप शायरी हिंदी में

Good Morning Gujarati Suvichar

Good Morning Gujarati SuvicharDownload Image

વિશ્વના સૌથી સુખી લોકો ને એ સમજાયું છે કે,
બીજા પાસેથી કંઈપણ અપેક્ષા રાખવી નિરર્થક છે!


સખત મહેનત કરો, ધીરજ રાખો પરિણામ સમય જતાં મળે છે,
રાતોરાત નહી,તમારો સમય ચોક્કસ આવશે!


ઉદાસ થવું એ ખોટી વાત નથી સાહેબ,
પણ એક જ વાત પર વારંવાર ઉદાસ થવું એ સારી વાત પણ નથી!


બીજાને નાના સમજવું સહેલું છે,
પણ પોતાને નાના સમજવું ઘણું અઘરું!


મનુષ્યની માનવતા ત્યારે જ ખલાસ થઈ જાય છે,
જ્યારે તેને બીજાને દુઃખ માં જોઈને હસું આવે છે!

આ પણ વાંચો: Attitude Shayari For Girls In Hindi | बेस्ट 203+ लड़कियों के लिए ऐटिटूड शायरी

Good Morning Gujarati Suvichar NewDownoad Image

તમારા મનમાં એક વાતની ગાંઠ બાંધી લો,
આ દુનિયામાં કશું જ અશક્ય નથી!


જિંદગી ખુલ્લી કિતાબ છે એનો અર્થ એ નહિ,
કે મનફાવે ત્યારે પાના ફાડી નાખવા!


સાવ હારવાની અણી પર હતો,
દાવ પર સ્મિત મૂક્યું ને જીતી ગયો!


કેટલું કમાવ છો તે તો બધા પૂછે છે પણ,
કેવી રીતે કમાવો છો તે તો કોઈ પૂછતું જ નથી!


ઈતિહાસ સાક્ષી છે સમાચાર હોય કે કબર હોય,
ખોદનાર હંમેશા આપણા જ હોય ​​છે!

આ પણ વાંચો: Alone Shayari In Hindi | बेस्ट 189+ अकेलापन शायरी हिंदी में

Life Suvichar Gujarati

Life Suvichar GujaratiDownload Image

આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી,
અને મુસીબત આવ્યા વિના આંખ ખુલતી નથી!


દોડવું નકામું છે મુખ્ય વાત તો,
સમયસર અને નિરંતરચાલવું જ છે!


કબૂલ કરવાની હિંમત અને સુધારી લેવાની
દાનત હોય તો ભૂલમાંથી ધણું બધુ શીખી શકાય!


જો તમને પડી જવાનો ડર લાગતો હોય,
તો તમે ક્યારેય ઊભા નહીં રહી શકો!


જેની પાસે ધૈર્ય છે અને જે
મહેનતથી ગભરાતો નથી, સફળતા તેની દાસી છે!

આ પણ વાંચો: Motivational Shayari In Hindi | बेस्ट 200+ मोटिवेशनल शायरी हिंदी में

Life Suvichar Gujarati NewDownload Image

ઝઘડો અને ઝરણું બંનેની શરૂઆત નાની હોય છે,
પણ જેમ જેમ આગળ વધે તેમ વિશાળ બને છે!


જીવનમાં સંપત્તિ ઓછી મળશે તો ચાલશે,
બસ સંબંધ એવા કેળવો કે કોઈ એની કિંમત ના આંકી શકે!


મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે,
એવા લોકોથી હંમેશા દુર રહેવું!


ખોટી વાતને સાંભળવાની મજા ત્યારે આવે,
જ્યારે સત્યની તમને ખબર હોય!


જેણે મિત્રને દાનથી, શત્રુને યુદ્ધથી,
ખાનપાનથી પત્નીને જીતી છે તેનું જીવન સફળ છે!

આ પણ વાંચો: Good Morning Quotes In Hindi | बेस्ट 156+ गुड मोर्निंग कोट्स हिंदी में

Gujarati Ma Suvichar

Gujarati Ma SuvicharDownload Image

જેને હારવાનો ડર છે,
તેની હાર નિશ્ચિત છે!


માણસ પોતાને હોશિયાર સમજે એમાં કંઈ ખોટું નથી,
પછતાવાનો વારો ત્યારે આવે છે જ્યારે એ બીજાને મૂરખ સમજે છે!


સત્ય સુરજ જેવું હોય છે એ થોડીક વાર સંતાઈ
તો શકે છે પણ એ રહે છે હંમેશા માટે!


જરૂરી નથી કે બધા લોકો આપણને સમજી શકે,
કેમકે ત્રાજવું ફક્ત વજન બતાવે ગુણવત્તા નહી!


પ્રેમ પણ કાંટા જેવો છે લાગયા પછી રાખીએ
તો પણ દર્દ થાય અને. કાઢી એ તો પણ દર્દ થાય!

આ પણ વાંચો: Reality Life Quotes In Hindi | बेस्ट 266+ लाइफ कोट्स हिंदी में

Gujarati Ma Suvichar NewDownload Image

આ દુનિયામાં સુખી થવું હોય તો,
પ્રેમ અને પૈસાનું કદી પ્રદર્શન ના કરવું!


કોઈ ભલે ગમે તેટલું કહે તમારી જાતને શાંત રાખો,
કારણ કે સૂર્ય ગમે તેટલો મજબૂત હોય તે સમુદ્રને સૂકવી શકતો નથી!


ક્રોધમાં માણસનું મોઢું ઉઘાડું રહે છે
અને આંખ બંધ રહે છે!


કઈ ઉંમરે કમાવુ જોઇએ, કઈ ઉંમરે અભ્યાસ કરવો જોઈએ,
શોખ નહીં, સંજોગો નક્કી કરે છે!


કિરણ ભલે સૂરજની હોય કે આશાની હોય,
એ આપણી જિંદગીમાંથી અંધકારનો નાશ કરે છે!

આ પણ વાંચો: Suvichar In Hindi | बेस्ट 279+ मोटिवेशनल सुविचार हिंदी में

Suvichar Gujarati Ma

Suvichar Gujarati MaDownload Image

તમે આળસને માત્ર આજ આપશો,
તો તે તમારી કાલ પણ ચોરી જશે!


શબ્દો નહીં સાહેબ લોકોનું વર્તન કહી દે છે,
એમના જીવનમાં આપણું કેટલું મહત્વ છે!


સર્જનશીલ ના થવાય તો કંઈ નહી,
પણ દરેક પરિસ્થિતિમાં સહનશીલ જરૂર થજો!


માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ,
શબ્દોની મીઠાસ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે!


જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,
અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ!

આ પણ વાંચો: Emotional Shayari in Hindi | बेस्ट 221+ इमोशनल शायरी हिंदी में

Suvichar Gujarati Ma NewDownload Image

દરેક વૃક્ષ ફળ આપે એ જરૂરી નથી,
અમુક વૃક્ષો ફળ નહીં પણ ઠંડો છાંયો આપે છે!


કમાવવું અને કામમાં આવું જીંદગીમાં બંને બહુ જરૂરી છે,
કેમકે કમાવવાથી રોટલી મળશે અને કામમાં આવવાથી કોઈની દુઆ!


ભલાઈ એ એકમાત્ર એવું ધિરાણ છે,
જે કયારેય દગો દેતું નથી!


શક્તિ હોવા છતાં માફ કરી દેવું,
આસાન નથી સાહેબ આમ મર્દ બનીને રહેવું!


શૂન્ય થવું પણ ક્યાં સહેલું છે,
બાદ થઇ જવું પડે છે બાકી માથી!

આ પણ વાંચો: Sad Quotes in Hindi | 206+ बेस्ट सैड कोट्स हिंदी में

Zindagi Gujarati Suvichar

Zindagi Gujarati SuvicharDownload Image

શિખામણ માંથી રસ્તા મળતા હશે,
પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે!


નવા દોસ્ત અને જૂના શત્રુથી,
હંમેશા સાવધ રહેવું!


સારા અનુભવથી ખરાબ માણસો બદલાઈ કે ન બદલાઈ,
પણ ખરાબ અનુભવથી સારા માણસો ચોકકસ બદલાઈ જાય છે!


સત્ય એવા લોકો માટે જ કડવું હોય છે,
જે લોકો ને ખોટામાં રહેવાની ટેવ પડી ગઈ હોય છે!


મહેનતરૂપી સોનેરી ચાવીથી,
ભાગ્યનાં દ્વાર ઉઘાડી શકાય છે!

આ પણ વાંચો: Life Quotes In Hindi | बेस्ट 274+ लाइफ कोट्स हिंदी में

Zindagi Gujarati Suvichar NewDownload Image

અનુમાન આપણા મનની કલ્પના છે અને,
અનુભવ આપણા જીવન નો પાઠ છે!


માણસ તો જોઇએ તેટલા મળે છે પરંતુ,
જોઇએ તેવા ભાગ્યે જ મળે છે!


બધુ ઉછીનું હોય તો ચાલે પણ,
અનુભવ તો પોતાનો જ હોવો જોઇએ હો!


પ્રગતિ ભલે ધીમી થાય,
પણ ઈમાનદારી રાખજો!


સંકલ્પવાન માણસ નિષ્ફળ
જાય તો પણ હતાશ થતો નથી!

આ પણ વાંચો: Maa Shayari in Hindi | बेस्ट 181+ माँ के लिए शायरी हिंदी में

Best Suvichar In Gujarati

Best Suvichar In GujaratiDownload Image

જેના માં ખોટ ખાવાની તાકાત હોય ને સાહેબ,
એ જ નફો કરી શકે પછી એ ધંધો હોય કે સબંધ!


જે લોકો પોતાની જીભને કાબુમાં રાખી શકતા હોય છે,
એ લોકો સંબંધો સાચવી શકતા હોય છે!


માનવીને ગ્રહો નહિ,
પરંતુ તેના પૂર્વગ્રહો નડતા હોય છે!


આપણ ને ઓછું મળ્યું છે એ આપણું દુઃખ નથી,
આપણ ને ઓછું લાગી રહ્યું છે એ આપણું દુઃખ છે!


કિંમત અને મૂલ્યમાં મોટો ફરક છે,
કિંમત ચૂકવવી પડે અને મૂલ્ય કમાવું પડે!

આ પણ વાંચો: Mood Off Shayari In Hindi | बेस्ट 238+ मूड ऑफ़ शायरी हिंदी में

Best Suvichar In Gujarati NewDownload Image

જીવન તમને હંમેશા બીજો મોકો જરૂર આપે છે,
જેને આપણે ઉગતી સવાર તરીકે ઓળખીયે છીએ!


સફળતાનું કોઈ રહસ્ય નથી,
તે ફક્ત ઘણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે!


બુદ્ધિના અતિરેકથી બુદ્ધિશાળી
માણસ મૂર્ખ થઈ જાય છે!


વહેંચી નાખે એવા તો ધણા છે આ દુનિયામાં સાહેબ,
કોઈ તમારા માટે ખર્ચાય જાય એની કિંમત કરજો!


તમારો વ્યવહાર તમારા ઘરનું કળશ છે,
અને તમારી માણસાઈ તમારા ઘરની તિજોરી છે!

આ પણ વાંચો: Badmashi Shayari In Hindi | 251+ खतरनाक बदमाशी स्टेटस हिंदी में

Gujarati Suvichar Short

Gujarati Suvichar ShortDownload Image

લાગણી માપવાથી નહિ,
આપવાથી વધે છે!


કુદરત નો પણ નિયમ છે દોસ્તો,
જે પાનખર ઝીલે તેને જ વસંત આવે છે!


સુખી જાતે જ થવું પડે,
દુઃખી તો ગમે તે કરી જાય!


પૈસા ન હોય ત્યારે ખર્ચામાં અને,
જ્ઞાન ન હોય ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી બહુ જરૂરી છે!


હંમેશા મહેનત કરતાં જ રહો કા તો જીત મળશે,
કા તો જીત નો રસ્તો મળશે!

આ પણ વાંચો: Motivational Quotes In Hindi | बेस्ट 268+ मोटिवेशनल कोट्स हिंदी में

Gujarati Suvichar Short NewDownload Image

મૂર્ખ અને મડદું આ બંને
પોતાના વિચારો બદલતાં નથી!


માણસની મોટી તકલીફ એ છે કે એને તરત જોઈએ,
સરસ જોઈએ, મફત જોઈએ!


જે સુખમાં સાથ આપે તે માણસ હોય છે,
અને જે દુઃખમાં સાથ આપે તે ભગવાન હોય છે!


લોખંડનો સોથી મોટો દુશ્મન,
એનો પોતાનો જ કાટ છે!


વિચારો ના ઢગલા માં વિશ્વાસ ક્યાંક ખોવાયો લાગે છે,
તેથી જ તો સંબંધ પોતાનો છતાં પરાયો લાગે છે!

આ પણ વાંચો: Love Status In Hindi | बेस्ट 274+ लव स्टेटस हिंदी में

Gujarati Suvichar Text

Gujarati Suvichar TextDownload Image

ખોટી આશા કોઈની ઉપર ના રાખવી,
તમારી પરવા તમારુ નસીબ કરશે લોકો નહી!


જીવન એ વર્તમાન ક્ષણમાં જીવવા વિશે છે,
ભૂતકાળને જવા દો અને ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરો!


ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો,
પોતાના પર વિશ્વાસ કરી જોજો!


આળસથી કટાઈ જવા કરતાં
મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે!


હદયમાં જેમનું પણ સ્થાન રાખું છું ને સાહેબ,
મારાથી પણ વધારે ધ્યાન હું એમનું રાખું છું!

આ પણ વાંચો: Sad Shayari In Hindi | बेस्ट 289+ सैड शायरी हिंदी में

Gujarati Suvichar Text NewDownload Image

સાચું સુખ તો સુખ વહેંચીને જ મળે છે,
પછી એ જીત હોય કે વિચાર!


વેરમાં હમેશા વાંધો હોય છે,
જયારે સ્નેહમાં કે પ્રેમમાં હમેશા સાંધો હોય છે!


જીવન મા જીત જરૂરી નથી પણ,
તમારા બોલેલા શબ્દો ન હારે એ જરૂરી છે!


જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને,
એ વ્યક્તિ કોઈ દિવસ બીજાનું ખરાબ નહી કરે!


નમક જેવા બનવું, કોઈ વધારે ઉપયોગ પણ નહીં કરે,
અને તમારા વિના ચાલશે પણ નહી!

આ પણ વાંચો: Love Shayari In Hindi | बेस्ट 276+ लव शायरी हिंदी में

Suvichar Gujarati Short

Suvichar Gujarati ShortDownload Image

હજુ પણ ક્યાં સુધી આવી અક્કડ રાખશો,
દિલને ખોલવા શું પાના પક્કડ રાખશો?


જેનામાં આત્મવિશ્વાસ છે,
તેની હારમાં પણ જીત છે!


જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને
અનુકૂળ બનાવી શકે તે સૌથી વધુ સુખી છે!


દુનિયા એની ઉપર જ વિશ્વાસ કરે છે,
જેને પોતે પોતાના ઉપર વિશ્વાસ હોય છે!


સપનું એટલે પગથિયા વિનાની સીડી,
અને ઘ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયા!

આ પણ વાંચો: Attitude Shayari In Hindi | बेस्ट 189+ ऐटिटूड शायरी हिंदी में

Suvichar Gujarati Short NewDownload Image

સમયસર કદર કરી લો કેમ કે ગુમાવ્યા પછી કોઈ,
પાછા નથી આવતા સમય પણ અને માણસ પણ!


જીવનમાં એ જ સંબંધ સાચો છે જે,
પીઠ પાછળ પણ આદર આપે છે!


બધા ધર્મગ્રંથોનો સાર એક જ છે,
કે તું તારું કામ કર્યે જા બીજાની ચિતા ન કર!


બસ મનથી પોઝીટીવ રહો સાહેબ,
રીપોર્ટ બધા નેગેટીવ આવશે!


તકને ઝડપી લેવી
તે જ સફળતાની ચાવી છે!

આ પણ વાંચો: Instagram Shayari In Hindi | Best 189+ इन्स्टाग्राम शायरी हिंदी में

Aaj No Suvichar Gujarati

Aaj No Suvichar GujaratiDownload Image

નીચી સોચ અને પગ માં મોચ,
માણસ ને આગળ નથી વધવા દેતી!


જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો,
ધ્યેય નહીં, કેમ કે વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે મૂળ નહી!


સોચમાં મોચ આવે ત્યારે
સંબંધોમાં ખરોંચ આવે છે!


સફળ થવું હોય તો બે જ રસ્તા છે,
ગમતું કામ કરો યા કામને ગમતું કરો!


સ્વિકાર કરતા શીખી જાવ,
જીંદગી તમને આવકાર આપશે!

આ પણ વાંચો: Shree Krishna Quotes In Hindi | बेस्ट 200+ श्री कृष्ण कोट्स हिंदी में

Aaj No Suvichar Gujarati NewDownload Image

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે!


વાણીથી માણસનું ચારિત્ર્ય,
સંસ્કાર અને ઘડતર જાણી શકાય છે!


નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલી શોધે છે,
અને આશાવાદી માણસ દરેક મુશ્કેલીઓમાં તકને શોધે છે!


મન માં રાખી ને જીવશો તો,
મન ભરી ને જીવી નહિ શકો!


માણસ જેવા વિચાર રાખે છે એવો જ એ પોતે બની જાય છે,
અને એવી જ એની જિંદગી બની જાય છે!

આ પણ વાંચો: Shayari For Girlfriend In Hindi | Best 128+ गर्लफ्रेंड के लिए शायरी हिंदी में

Gujarati Suvichar For Students

Gujarati Suvichar For StudentsDownload Image

સફળતાના દ્વાર ખોલવા હોય ત્યારે,
મુસીબતના દરવાજે ટકોરા તો મારવા જ પડે!


સમસ્યા જન્મ લે છે એ સો ટકા સાચી વાત છે,
પણ તેને ઉછેરીને મોટી આપણે જ કરીએ છીએ!


જીવન માં કોણ આવ્યું ને કોણ ગયું એના કરતાં,
કોણ હજી પણ સાથે ઉભું છે એ વધારે મહત્વનું છે!


જીવન આઈસ્ક્રીમ જેવું છે,
પીગળે એ પહેલા તેની પુરેપુરી મજા માણી લો!


વારંવાર પ્રયત્ન કરવાથી
અસંભવ પણ સંભવ બની જાય છે!

આ પણ વાંચો: Dosti Shayari In Hindi | Best 179+ दोस्ती शायरी हिंदी में

Gujarati Suvichar For Students NewDownload Image

સફળતાનું કોઈ રહસ્ય નથી,
તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે!


જેટલો પ્રેમ તમે તમારી જિંદગીને કરશો,
એટલો જ પ્રેમ જિંદગી પણ તમને કરશે!


હજાર માઈલની લાંબી સફર પણ,
માત્ર પ્રથમ પગલાંની શરૂ થાય છે!


પરિસ્થિતિ ભલે નબળી ચાલે પણ,
વિચારશક્તિ તો હંમેશા મજબૂત જ હોવી જોઈએ!


વ્યક્તિએ ક્યારેય તકની રાહ ન જોવી જોઈએ,
કેમ કે જે આજે છે તે જ સૌથી મોટી તક છે!

આ પણ વાંચો: Shayari On Life | Best 245+ शायरी ऑन लाइफ | जिंदगी शायरी

Short Suvichar In Gujarati

Short Suvichar In GujaratiDownload Image

અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં,
પારકાનું અજવાળું કામ ના આવે!


જેણે વધારે પરસેવો પાડયો છે,
એને લોહી ઓછું બાળવું પડશે!


જીંદગીમા કેટલું જીવ્યા એ મહતવ નું નથી,
કેવું જીવ્યા એ મહતવનું છે!


જિંદગીમાં કોઈ કાર્યો સહેલા હોતા નથી,
કાર્યો ને સહેલા બનાવવા પડે છે!


મોઢામાંથી નીકળેલા શબ્દોનું આયુષ્ય,
માણસના જીવન કરતાં લાંબુ હોય છે!

આ પણ વાંચો: Shayari On Life | Best 245+ शायरी ऑन लाइफ | जिंदगी शायरी

Short Suvichar In Gujarati NewDownload Image

નામ અને ઓળખાણ ભલે નાની હોય,
પણ આપણી પોતાની હોવી જોઈએ!


ભૂલ થઈ જાય તેમાં પાપ નથી,
પરંતુ કરેલી ભૂલ છુપાવવામાં ભયંકર પાપ છે!


તમે સુખી હો છતાં તમને તમારા સુખનું કારણ ખબર ન હોય,
તો માની લેજો કે તમે ખરેખર બહુ સુખી છો!


આજકાલ માણસની ખુશીઓ પણ કાચ
જેવી થઈ ગઈ છે બધા ને ખૂચ્યાં જ કરે છે!


વ્યક્તિ ના કર્મો જ તેની સાચી ઓળખાણ હોય છે,
બાકી એક નામ ના હજારો લોકો હોય છે આ દુનિયા માં!

આ પણ વાંચો: Miss You Shayari In Hindi | Best 125+ मिस यू शायरी हिंदी में


અંત માં:

મિત્રો, અમને કમેન્ટ કરીને અચૂક જણાવો કે તમને અમારા Suvichar Gujarati કેવા લાગ્યા? અને સંપૂર્ણ વિશ્વાસ છે એ આ ગુજરાતી સુવિચાર આપના જીવન માં ચોક્કસ પરિવર્તન લાવશે.

તમારી એક કોમેન્ટ અમને મોટીવેટ કરવા માટે પુરતી છે. અમારી સાઈટ પર ઘણી બધી શાયરી, સ્ટેટસ, કોટસ, ઈમેજીસ, અને સુવિચારો વગેરે નો ભંડાર છે. એને પણ જરૂર વાંચો અને શેયર કરો.

અમારી સાથે જોડવા બદલ આપનો ખુબ ખુબ આભાર. જય શ્રી રામ!

4 thoughts on “Suvichar Gujarati Collection | Best 245+ ગુજરાતી સુવિચાર”

Leave a Comment